STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Others

સપનાંનો મહેલ

સપનાંનો મહેલ

1 min
151

સપનાઓના શહેરમાં, હૃદયની ધરા પર,

કલ્પનાઓની પીંછીથી, હવા મહેલની કરી પાયાવિધી મે આજ,

વિચારોના કડિયા કરે છે અહીં ચણતર કામ,

લાગણીની ઈંટ, શ્રદ્ધાની સિમેન્ટથી,

આદર્યું મે મહેલનું ચણતર કામ,

સ્નેહ કેરા પાણીથી મજબૂત બનાવ્યું

મે, મારા મહેલનું કામકાજ,

શ્રદ્ધા અને લાગણીના ફૂલ ઉગાડયાં,

વિશ્વાસરૂપી જલનું કર્યું સિંચન મે,

મહેલની મહેક ને કાજ,


મેઘધનુષ્ય પાસેથી રંગો લીધા મે ઉધાર,

મહેલની દીવાલો ને રંગ રોગાન કરાવવા ને કાજ,

સૂર્ય પાસેથી લીધો ઉજાસ,

અને ચંદ્ર પાસેથી લીધી ચાંદની મે,

મહેલની રોશની ને કાજ,

સુખનો હિંચકો બાંધ્યો,

દુઃખ માટે લગાવ્યું નો એન્ટ્રીનું બોર્ડ,

દીવાલોમાં જડ્યો મે મનનો આયનો,

કરી દૂર ગેર સમજણની ધૂળ,

ઝરૂખો લગાવ્યો છે મે એમાં પ્રેમનો,

પોતાના લોકોના ગુણ ગાન જોવા ને કાજ,

રાખ્યું એક દિન મે મહેલના ઉદઘાટનનું કામ,

પંખીઓને સોંપ્યું મે સંગીતનું કામ,

ફૂલોને આપ્યું મહેક્વાનું કામ,

સપનાંઓથી શણગાર્યું,

ઉમંગના દીવડા પ્રગટાવ્યા મે,

પણ આ શું ! વાદળનો ગડગડાટ થયો ને

વાદળ રડી પડ્યું,

વાદળના અશ્રુઓ પડ્યા મારા આ ચિત્ર પર,

મારું ચિત્ર ગયું રેલાઈ,

વર્ષોની મારી મહેનત બની વ્યર્થ,

વાદળ સાથે મારી આંખો પણ છલકાઈ,

પણ આ તો એક સપનાંનો મહેલ હતો,

આ તો હવામહેલ હતો,

એ તો તૂટવા માટે જ સર્જાયો હતો,

મનાવી લીધું મન ને મે એમ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy