STORYMIRROR

Rayde Bapodara

Tragedy

3  

Rayde Bapodara

Tragedy

ઝરૂખે દીવા બળે

ઝરૂખે દીવા બળે

1 min
161

આજ ઝરૂખે દીવા બળે 

ને મહેલ ઝળાહળ થાય,

એ....રા' ને ઘેર રા'નૌઘણ જન્મ્યો 

ને માને હૈયે હરખ ન માય,

હરખા નહીં માવડી મારી 

બહુ હરખાયે હાણ થાય,

રાતે ના વધે એટલો દીકરો દિવસે વધે 

ને માવડી મનમાં મનમાં મલકાય,

એ.....ક્યારે મારો નૌઘણ મોટો થઈને 

ક્યારે ગાદીનો વારસ થાય,

માવડી જાજા સ્વપ્ના ના જોવાય 

વખત તો પલમાં પલટી જાય,


યુદ્ધની નોબત આવી ચડી 

ને લડાઈ જાહેર થઈ,

એ......મારો કાપોના પડકારો વચ્ચે 

રાજા રા'ની જોને હાર થઈ,

માતા હવે વિહ્વળ બની 

નૌઘણને બચાવવા મથી રહી,


રાજના રૂખીએ બીડું ઝડપ્યું 

હું નૌઘણને બચાવી લઈશ,

એ,....સૂન્ડલે પોઢાડી રા'નૌઘણને 

આવ્યો દાસીને નૌઘણ સોંપી દઈ,

પ્રભુ અમારી લાજ તું રાખજે 

આ રાજકુંવરને બચાવી લઈ,


પા'ડ માની રાણીએ આશિષ આપ્યા

ને બોલ્યા તું આજથી મારો ભાઈ,

 એ.......રૂખીએ ખેંચી કટાર રાણીની કેડ્યેથી

 ને પડ્યો ખૂદને વીંધી લઈ

બેની અમારા પેટ હોય છીછરા 

આવી વાતું અમારા પેટમાં ના રૈ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy