ભૂલાય જન્મદિવસ
ભૂલાય જન્મદિવસ
વરસમાં એકજ વાર ઉજવાય જન્મદિવસ,
વરસ ઓછું થૈ, તોય ઉજવાય જન્મદિવસ !
જન્મદાતાનો હરખ, સચવાય પહેલા વરસે,
ને એમના દ્વારા, ઉજવાય જન્મદિવસ..
સમજણા થતાં એ ફોટાએ યાદો તાજી થાય,
મિત્રમંડળ સાથે, ઉજવાય જન્મદિવસ..
આનંદ ને સંવેદનાસભર, જાણે એક તહેવાર !
પરિવારે ધામધૂમથી, ઉજવાય જન્મદિવસ..
એક સમય આવે, ને અંતિમ પડાવ પર પહોંચી,
મરણ તારીખ યાદ રાખે, ને ભૂલાય જન્મદિવસ.
