STORYMIRROR

Tejas Vasani Jamnagar

Inspirational

4  

Tejas Vasani Jamnagar

Inspirational

મતલબ વગર

મતલબ વગર

1 min
379

સંબંધ જ શીખવે જીવનમાં મતલબ વગર કંઈ નથી, 

સંબંધ લાગણીથી ના ચાલે, મતલબ વગર કંઈ નથી,


ગુણગાન ગાશે તમારા, જ્યાં સુધી જરૂરત રહેશે, 

સ્વાર્થ પત્યે એ ટીકા કરશે, મતલબ વગર કંઈ નથી,


અહેસાસ આપશે, એના જીવનના તમે સર્વસ્વ છો, 

ધીમેથી એ'જ હાથ છોડશે, મતલબ વગર કંઈ નથી,


સો ભૂલ પોતે કરશે, સંબંધના દાવે બચાવ પણ કરશે, 

એ એક ભૂલ તમારી પકડશે, મતલબ વગર કંઈ નથી,


ભૂલશે લાગણીથી રહ્યાં, ને ભૂલશે સઘળા વહેવાર, 

એક ઝાટકે વહેવાર મૂકશે, મતલબ વગર કંઈ નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational