વાયદો
વાયદો
કરવાં'જ ન'હોતાં પૂરાં,
તો ! વાયદા શું કામ કર્યાં?
મજબૂરીનાં નામે સંજોગ,
તો ! ઉભા શું કામ કર્યાં ?
યાદથી તડપી ને રહેવું,
તો ! ફરિયાદ શું કામ કર્યાં ?
પ્રેમ પર વિશ્વાસ નથી,
તો ! વહેમ શું કામ કર્યાં ?
દગા આપવાંના હતાં,
તો ! સગાં શું કામ કર્યાં ?