STORYMIRROR

Rohit Kapadia

Tragedy

3  

Rohit Kapadia

Tragedy

પંખી

પંખી

1 min
176

 અજવાળાની આશાએ,

 આંખ મીંચેલુ પંખી છું,

 મને કોઈ જગાડે ના,


  સ્પર્શની પરિભાષાથી,

 સાવ અજાણ્યું પંખી છું,

  મને કોઈ પંપાળે ના,


  મૌન શબ્દોનાં ગીતોને,

  ગાનારૂ એક પંખી છું,

  મને કોઈ બોલાવે ના,


  ચણનું પ્રલોભન શાને,

  તૃપ્ત થયેલું પંખી છું,

  મને કોઈ લલચાવે ના,


  ચોર્યાસીના ફેરા ફરતાં

  થાકી ગયેલું પંખી છું,

  મને કોઈ ઊડાડે ના,


  છતાં યે હું જાણું છું,

  ગમે તેટલું અંધારું હશે,

  કોઈ પ્રેમાળ હસ્તના સ્પર્શે,


  મારે જાગવું જ પડશે,

  મારે હાલવું જ પડશે,

  મારે બોલવું જ પડશે,

  મારે ખાવું જ પડશે,

  મારે ઊડવું જ પડશે,

 કારણ કે,

  હું એક પંખી છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy