STORYMIRROR

Rohit Kapadia

Others

4  

Rohit Kapadia

Others

મને સાઝ આપી

મને સાઝ આપી

1 min
272

મને સાઝ આપી, તમે ગીત ગાતો,

મને સૂર આપી, તમે શબ્દ થાઓ,

મને સાઝ આપી,


પછી પ્રેમને દઈ, એક રૂપ અનેરૂં,

મને નીંદ આપી, તમે સ્વપ્ન થાઓ,

મને સાઝ આપી,


પછી ભાવના ના દીપકને જલાવી,

મને દ્રષ્ટિ આપી, તમે તેજ થાઓ,

મને સાઝ આપી,


પછી લાગણીનાં ઝરણને વહાવી,

મને ભાવ આપી, તમે ભક્તિ થાઓ,

મને સાઝ આપી,

 

પછી શ્રદ્ધાની સુવાસ ફેલાવી,

મને સાથ આપી, તમે રાહ થાઓ

મને સાઝ આપી.


Rate this content
Log in