STORYMIRROR

Rohit Kapadia

Action

3  

Rohit Kapadia

Action

અહીં

અહીં

1 min
178

અહીં લોકો ફૂલોને પ્રેમ નથી કરી શકતાં,

પણ કાંટા સાથે સહેલાઈથી લડી શકે છે,


અહીં લોકો સૂર્યોદય જોવા નથી મળતાં,

પણ સૂર્યાસ્તનો તમાશો જરૂર મનાવે છે,


અહીં લોકો ચાંદનીને આવકારી નથી શકતાં,

પણ ચંદ્રનાં ડાઘની ચર્ચા અવશ્ય કરે છે,


અહીં લોકો સાગરની ઊંડાઈને નથી જોતાં

પણ ખારાશને કારણે નિંદા અવશ્ય કરે છે,


અહીં લોકો જીવતાની કદર નથી કરતાં,

પણ લાશને જોઈને વંદન જરૂર કરે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Action