STORYMIRROR

Rohit Kapadia

Inspirational Others

4  

Rohit Kapadia

Inspirational Others

શીખી લીધું છે મેં

શીખી લીધું છે મેં

1 min
286

ચાલો, હવે આંખમાં આંસુ નહીં આવે,

હર હાલમાં હસવાનું શીખી લીધું છે મેં,


ફરિયાદનું હવે કોઈ સ્થાન જ નહીં રહે,

મૌન રહીને જીવવાનું શીખી લીધું છે મેં,


દુશ્મનોનાં હથિયારો સહજમાં છૂટી જશે,

પ્રેમથી દિલ જીતવાનું શીખી લીધું છે મેં,


મુસીબતોનો દરિયો ભલે ને હોય તોફાની,

વહેણની સામે તરવાનું શીખી લીધું છે મેં,


મૃત્યુ પણ હવે મને કદી ડરાવી નહીં શકે,

અલિપ્ત રહી જીવવાનું શીખી લીધું છે મેં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational