તો સારૂં
તો સારૂં
જીવતરનો થાક લાગ્યો છે મુજને
બે ઘડી નિરાંતની મળી જાય તો સારૂં,
દોડ્યો ઘણું છતાં યે કશે ન પહોંચ્યો
આ ચરણ હવે અટકી જાય તો સારૂં,
શમણાંઓએ સતત છેતર્યો છે મને,
નીંદ શમણાંવિહોણી મળી જાય તો સારૂં,
દરિયો દર્દનો ભીતરમાં જ વહ્યાં કર્યો,
આંસુ બની બહાર આવી જાય તો સારૂં,
પ્રયત્નો પ્રેમ પામવાના અર્થહીન રહ્યાં,
આ દિલ હવે જડ બની જાય તો સારૂં,
સ્વર્ગ કે નર્ક હવે તો કંઈ નથી જોઈતું,
ભવોભવના આ ફેરા ટળી જાય તો સારૂં.
