અહીં
અહીં
અહીં
—-------
અહીં લોકો ફૂલોને પ્રેમ નથી કરી શકતાં.
પણ કાંટા સાથે સહેલાઈથી લડી શકે છે.
અહીં લોકો સૂર્યોદય જોવા નથી મળતાં.
પણ સૂર્યાસ્તનો તમાશો જરૂર મનાવે છે.
અહીં લોકો ચાંદનીને આવકારી નથી શકતાં.
પણ ચંદ્રનાં ડાઘની ચર્ચા અવશ્ય કરે છે.
અહીં લોકો સાગરની ઊંડાઈને નથી જોતાં
પણ ખારાશ ના કારણે નિંદા અવશ્ય કરે છે.
અહીં લોકો જીવતા ની કદર નથી કરતાં.
પણ લાશને જોઈને વંદન જરૂર કરે છે.
રોહિત ખીમચંદ કાપડિયા.
