એકવાર
એકવાર
1 min
393
બહુ ગજબનો પછી હાશકારો અનુભવાશે
એકવાર બધાં યે બંધન ફગાવીને તો જો,
જીવન પછી ફરીથી જીવવા જેવું લાગશે,
એકવાર બધાં મુખવટા હટાવીને તો જો,
દુ:ખ પછી બોઝલ નહીં સોહામણું લાગશે,
એકવાર અશ્રુમાં સપ્તરંગી રચાવીને તો જો
આંધી નફરતની પછી પળભરમાં શમી જશે,
એકવાર પ્રેમદીપ હૈયે જલાવીને તો જો,
સફર કપરી સહજ અને સરળ બની જશે,
એકવાર ઈશ્વરને સાથી બનાવીને તો જો,
એક વેંતનું પણ છેટું નથી એનું તારાથી,
એકવાર શ્રદ્ધાથી શીશ નમાવીને તો જો.
