ઈશ્વર
ઈશ્વર
ઈશ્વર
—------
તું વાત કરે તો બહુ મઝા આવે.
બસ સાંભળ્યા જ કરૂં એવું થાય.
તું ખામોશ રહે તો યે મઝા આવે.
તારી ખામોશીમાં ખોવાઈ જવાય.
તું ખુશ રાખે તો બહુ મઝા આવે.
જાણે સ્વર્ગનું રાજય મળી જાય.
તું દુઃખી રાખે તો બહુ મઝા આવે.
તારી યાદ અનાયાસે આવી જાય.
તું સાથી બને તો બહુ મઝા આવે.
માર્ગ આપોઆપ જ કપાઈ જાય.
તું સાથ છોડે તો બહુ મઝા આવે.
તારી શોધમાં સમય વિતી જાય.
તું આગળ હો તો બહુ મઝા આવે.
વગર વિચાર્યે પાછળ ચલાય.
તું પાછળ હો તો બહુ મઝા આવે.
પડવાનો ડર જ નીકળી જાય.
તું જીવન દે તો બહુ મઝા આવે.
હરેક પળ જીવંત બની જાય.
તું મૃત્યુ દેશે તો યે મઝા આવશે.
તારાં તેજપુંજ માં ભળી જવાશે.
રોહિત ખીમચંદ કાપડિયા.
