નહીં તો
નહીં તો
હર એક ડગ સફરમાં સંભાળીને ભરજો,
નહીં તો ભટકી જવામાં ક્યાં વાર લાગે છે,
બહુ જ જતનથી સંબંધોને જાળવી લેજો,
નહીં તો તિરાડ પડતાં ક્યાં વાર લાગે છે,
સુખ અને સમૃદ્ધિમાં બહુ સમતા રાખજો,
નહીં તો બહેકી જવામાં ક્યાં વાર લાગે છે,
પદ, પ્રતિષ્ઠા કે પૈસાનો ગર્વ ન રાખજો,
નહીં તો પાસાં પલટાતાં ક્યાં વાર લાગે છે,
કંટકોમાંથી પણ સદા ફૂલોને શોધી લેજો,
નહીં તો બાગ ઉજડતાં ક્યાં વાર લાગે છે,
હર પળ જીવનની જીવંતતાથી જીવી લેજો,
નહીં તો સમયને ખૂંટતા ક્યાં વાર લાગે છે.
