STORYMIRROR

Dr. Ranjan Joshi

Drama Tragedy

3  

Dr. Ranjan Joshi

Drama Tragedy

હક્ક

હક્ક

1 min
209

પિયર કે સાસરું છે જેનું બેશક 

પણ દીકરીનો કેવો તે હક્ક


પૈસાયે ગણતી એ, મહેલોયે ચણતી એ 

ચાલી હવે ચાલવા જ્યાં લઈ જાયે લક 

દીકરીનો કેવો તે હક્ક


બાળપણે રમતી જ્યાં, ભણતી ને ગણતી જ્યાં

સાસરે ચાલી ને છોડ્યું સઘળુંયે સતત

દીકરીનો કેવો તે હક્ક


રોટલાઓ ઘડતી જે માવતર જમાડતી જે

પિંડદાને આંખ ભીની, હાથ કોરા કટટ

દીકરીનો કેવો તે હક્ક.


Rate this content
Log in

Similar gujarati poem from Drama