STORYMIRROR

Dr. Ranjan Joshi

Thriller

4  

Dr. Ranjan Joshi

Thriller

વતનનો‌ વિરહ

વતનનો‌ વિરહ

1 min
194

સઘળું છોડી પોઢ્યા પછી કાં જગાડો છો મને?

સંબંધ તોડી સળગ્યા પછી કાં સંભારો છો મને?


જીવનમૂડી ખર્ચાઈ ગઈ છે સૌને હસતા રાખવા,

નિઃશબ્દ થઈ પડ્યો છું ત્યારે કાં હસાવો છો મને?


ઝાંઝવાના જળ સમા એ સ્વપ્ન તો શ્વાસો હતાં,

અંતશ્વાસે એ જ સાચાં કાં બતાવો છો મને?


માર્ગ તો કંઈ કેટલા જોયા હતા જીવન તણાં,

તમ માર્ગ પર ચાલ્યા પછીયે કાં વળાવો‌ છો મને?


'રંજ' સૌ છોને જતા રહે આ શરીરની સાથમાં,

આતમા તો એ જ મારો કાં ભગાડો છો મને?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Thriller