STORYMIRROR

Mittal Purohit

Romance Thriller Tragedy

4  

Mittal Purohit

Romance Thriller Tragedy

તો પણ યાદ કરશો ને?".

તો પણ યાદ કરશો ને?".

1 min
27.7K


ક્યારેક રિસાયાં તમે અમારાંથી, ને જો

હવે, રિસાઈએ અમે તમારાંથી, તો પણ! યાદ કરશો ને?

ક્યારેક આંસુ સાર્યા હતાં અમે તમારાં માટે,

હવે, આંસુ સારો તમે અમારાં માટે, તો પણ! યાદ કરશો ને?

ક્યારેક હસ્યા હતાં આપણે એક-બીજાની સંગે,

હવે, હસો જો કોઈ સંગે, તો પણ! યાદ કરશો ને?

ક્યારેક ડગલાં સાથે ભર્યા હતાં આપણે,

હવે સાત ડગલાં ચાલો કોઈ સંગે, તો પણ! યાદ કરશો ને?

ક્યારેક દર્દ વહેંચ્યા હતાં એકબીજાની સાથે,

હવે, આવીએ અમે દર્દ બનીને તો પણ! યાદ કરશો ને?

ક્યારેક અમારી ડોલી અને તમારી બારાત નીકળે એક રાહ પર,

ત્યારે ક્ષણભર નજર કરો ભલે, તો પણ! યાદ કરશો ને?

ક્યારેક રિસાયાં, હસ્યા, આંસુ સારી, દર્દ વહેંચ્યા,

ક્યારેક સાથે ડગલાં ભરી, શબ્દ સંબંધો વહેંચ્યા,

હવે, તૂટે એ સર્વ..છુટે એ સર્વ છતાં,

મારાં આ નામને, 'મુસ્કાન'ને તો પણ! યાદ કરશો ને?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance