હવે તો વરસ
હવે તો વરસ


ધોધમાર વરસ કે છાંટણા કર,
પલળું હું, તું મને - છત્રી ના ધર,
ચલ ને, પાણીમાં છબછબીયા કરીએ,
ડૂબવાંને વ્હાલનાં ખાબોચિયાં કર,
કાગળની હોડલી ને મૂકીએ તરતી,
ચલ બચપણમાં તું, આંટો તો ફર,
મુશળધાર આવે તો પલળીએ સાથમાં,
વરસાદની છાંટમાં તું ઈશારો તો ભર,
ઝરમર ના થાવું આજ ભીની મોસમમાં,
હેલી થવાની તું આંગળી તો ધર,
આંગણે ઊભો છે આજ બાળક થઈને,
જોરદાર વરસી ને તું આજ ખાલીપો ભર.