લાગણીઓ
લાગણીઓ
લાગણીઓનું વહેવું એને કોઈએ કાંઈ ન કહેવું,
જ્યાં પોતીકું કોઈ લાગે ત્યાં ચૂપચાપ સહેવું..
દિલના એક ખૂણે બસ એને તો સદા છે રહેવું,
ઉભરો આવે સંબંધોમાં અને એને તો બસ વહેવું..
સમજાતું ના ગણિત એને, શીદ ખોટું પગલું ગણવું,
ભાષા પ્રેમ તણી જ્યાં વહેતી એમાં એને વહેવું...
ન્યોછાવર થતી લાગણીઓ જ્યાં 'મારું' કોઈ કહેતું,
આપી સર્વસ્વ પોતાનું એને, અને લૂંટાઈને રહેવું..
તૂટી જાય લાગણીઓ જ્યારે એને 'અકળામણ' કોઈ કહેતું,
થીજી જાય પછી લાગણીઓ હવે ન ક્યાંય વહેવું.