Mittal Purohit

Romance Fantasy

4.5  

Mittal Purohit

Romance Fantasy

ધોધમાર

ધોધમાર

1 min
186


ધોધમાર વરસ કે છાંટણા કર,

 પલળું હું, તું મને છત્રી ના ધર,


 ચલ ને પાણીમાં છબછબીયા કરીએ,

 ડૂબવાંને વ્હાલનાં ખાબોચિયા કર,


 કાગળની હોડલી ને મૂકીએ તરતી,

 ચલ બાળપણમાં તું આંટો તો ફર,


 મુશળધાર આવે તો પલળીએ સાથમાં,

 વરસાદની છાંટમાં તું ઈશારો તો ભર,


 ઝરમર ના થાવું આજ ભીની મોસમમાં,

 હેલી થવાની તું આંગળી તો ધર,


આંગણે ઊભો છે આજ બાળક થઈને,

 જોરદાર વરસી ને તું આજ ખાલીપો ભર.


Rate this content
Log in