કાન્હાનું વચન
કાન્હાનું વચન
1 min
243
"નહીં ભૂલું રાધા ક્યારેય હું તને"
કહ્યું હતું એવું કાન્હા તેં મને..
વચન થકી બંધાયા પ્રેમે કાન્હા,
તો યે ગયો તું છોડીને કાન્હા..
યાદ નથી તને કાન્હા યમુના રાસ,
તારા વિરહમાં રહું હળપળ ઉદાસ,
વચન આપી તેં નહીં ભૂલવાનું મને,
મથુરામાં રાજ કરે ભૂલીને મને,
આંખો વહેતી રોજ યાદમાં તારી,
એકવાર આવી મુલાકાત કરી મારી..
વચન નિભાવ્યું મેં ના ભૂલીને તને,
વારો હવે તારો યાદ કરવાનો મને.