Mittal Purohit

Inspirational

3  

Mittal Purohit

Inspirational

મારી મા

મારી મા

1 min
291


આંખોમાં નીતરતો જાય વ્હાલ કેરો દરિયો,

સ્નેહનું ઝરણું વહેતું જ્યાં પ્રેમ એવો ભર્યો..


જોયા વિના જ આકાર દીધો, નવ મહિના કુખમાં,

મારો વિચાર પહેલાં કર્યો - હોય ભલે તું દુઃખમાં..


પીડા સહી પ્રસવ કેરી જન્મ દીધો તેં મને જગમાં,

પ્રભુનો ચહેરો જોયો નથી, વહે તું જ મારી રગમાં..


ઝાલીને તારો હાથ મેં તો, પા-પા પગલી કરી,

પહેલો શબ્દ તેં શીખવ્યો 'મા' બાથ મુજને ભરી..


સંબંધ તારો મજબૂત એથી જોડી હતી ગર્ભનાળ,

ઉંમરનો કોઈ બાધ ના રાખે હજુ તું કરે એ જ સંભાળ..


શ્વાસ દીધા તેં મુજને- ધબકાર પણ તારી દેન,

ઉજાગરા કીધા તેં- માં આને ઊંઘી હું સુખ-ચેન..


દેવો જો ન શક્યા ચૂકવી ઋણ તારું સતયુગમાં,

હું તુચ્છ શીદ ચૂકવીશ ઋણ આ ઘોર કલયુગમાં..


 મળજો માં તું જનમોજનમ આ દિલની એવી આશ,

 તારી 'મુસ્કાન' રહેશે સદા જ નહીં કરું નિરાશ.


Rate this content
Log in