હાઈકુ માળા - ૨
હાઈકુ માળા - ૨
1 min
212
પોષણ કેવું ?
ગરીબ ભૂખ કેરું,
કરે શોષણ...
શોષણ થાય
લાગણીઓ હણાય
મુખ હસતું....
બાપ - દીકરી
દહેજ ભૂખ્યું જગ
શોષણ કરે....
અમીર બોલે
શોષણ કરતાં જ
ગરીબ ચૂપ...
શોષણ કેવું
મહાભારત યુગ
કૃષ્ણ સારથી...
'નારી સન્માન'
વાતો ખોખલી બધી
શોષણ રોજ....
શોષણ નહીં
પોષણ એ કરતાં
તાત જગના.