જીવનના પ્રત્યાઘાત
જીવનના પ્રત્યાઘાત
1 min
359
ભૂખ અને ભાગ્યની ટક્કર થી ગભરાતા હશે,
તેથી તો બાળપણમાં બધાં માટી ખાતાં હશે.
નકામી આશાની મૂંઝવણમાં અટવાતા હશે,
તેથી તો નિરાશાના વમળો ખૂપાતા હશે.
માયાના બંધનમાંથી લોકો મુશ્કેલીથી છુટતા હશે,
તેથી તો શાણા સંસારથી સંન્યાસ લેતા હશે.
જીંદગીને જીવવામાં ઘણીજ સરળતા હશે,
એવું જાણી ને તો આ મનુષ્યો અવતરતા હશે.
જીવનના પ્રત્યાઘાતથી ગભરાતા હશે,
તેથી તો કંટાળી બધા આત્મહત્યા કરતા હશે.
