STORYMIRROR

Dr. Ranjan Joshi

Children Stories Inspirational

4  

Dr. Ranjan Joshi

Children Stories Inspirational

જીવીએ બાળક બનીને

જીવીએ બાળક બનીને

1 min
409

દુનિયાભરની ચિંતા છોડી,

ચાલ ને જીવીએ બાળક બનીને,

અહંકારનો ફુગ્ગો ફોડી,

ચાલને જીવીએ બાળક બનીને.


સૌને ગમતું બહુ બહુ જીવ્યાં,

હોદ્દા-પદને શિરે છે ધરિયા,

આજે આપણું ગમતું કરવા,

ચાલને જીવીએ બાળક બનીને.


સઘળાં બંધન નેવે મૂકી,

માનવતાના સંબંધે ઝૂકી,

બધી ભૂલોને કિટ્ટા કરીને,

ચાલને જીવીએ બાળક બનીને.


ફરજોથી છે તન આ થાક્યું,

નિષ્ફળતાથી મન આ ભાંગ્યું,

આતમ સાથે બુચ્ચા કરીને,

ચાલને જીવીએ બાળક બનીને. 


Rate this content
Log in