વરસાદ
વરસાદ
ઝાપટું આવીને છેતરી જાય છે.
વરસાદ ક્યાં જઈને સંતાય છે ?
કાળાં ડીબાંગ વાદળો દેખાય છે,
તોય વરસવાની વાતે મૂંઝાય છે.
એકકોર જળબંબાકાર કરે છે,
બીજે કોરું ધાકોર પરખાય છે.
કેમ નીતિ આવી તારી પર્જન્ય?
ભેદભાવ નરી આંખે વરતાય છે.
એકને ગોળ બીજાને ખોળ દે તું!
માપ તારાથી હવે ચૂકી જવાય છે.
વરસ વરસ કૃપણતા તજી તારી,
મોકો છે હજુએ સારું થવાય છે.
