STORYMIRROR

DR ATUL VYAS

Tragedy

5.0  

DR ATUL VYAS

Tragedy

આ માનવીને થયું છે શું?

આ માનવીને થયું છે શું?

1 min
191


જંગલો કાપી ઘર બનાવ્યા..અને ઘર માં પાછા ફૂલોના કુંડા મુક્યા.!!

આ માનવીને થયું છે શું..?

ધન કમાવા પહેલા તન ખરચ્યું અને હવે એજ તન પાછું મેળવવા ધન ખર્ચે છે..!!!

આ માનવીને થયું છે શું..?


વરસાદથી બચવા છત્રી ઓઢે છે અને બાથરૂમમાં પાછા ફૂવારા મૂકે છે...!!!

આ માનવીને થયું છે શું...?

મિત્રોને પહેલા શત્રુ બનાવ્યા અને હવે શત્રુતામાં મિત્રો શોધે છે....!!!

આ માનવીને થયું છે શું...?


દિલ દઈને દર્દ મેળવે છે અને પાછા દર્દને જ દિલે લગાવે છે...!!!

આ માનવીને થયું છે શું..?

અંતે..

અક્કલ લગાવી કોઈની પણ નકલ કરે છે, અને પાછા કહે છે નકલમાં અક્કલ ન હોય...!!

આ માનવીને થયું છે શું..?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy