અમે તો જોકર બની ને રહી ગયા
અમે તો જોકર બની ને રહી ગયા
1 min
479
દરખાસ્ત પણ તેમની હતી,
અને બ્રેકઅપ પણ તેમણેજ કહ્યું,
અમે તો જોકર બની ને રહી ગયા.
જિંદગીભર જે આંખોને સાગર કહી,
કવિતાઓ લખી આજે એમાં,
એક બુંદ પણ જોવા ન મળ્યું.
અમે તો અંદરથી રડી,
જોકર બની હસાવતા રહ્યાં,
ખેર, ખુદા આજે પણ,
તારા પર એટલો જ ભરોસો છે,
મેં ભરોસો ગુમાવ્યો છે પણ,
કોઈનો ભરોસો તોડ્યો નથી,
અમે તો જોકર બનીને રહી ગયા.