જો માનવી નિરાશ થયો
જો માનવી નિરાશ થયો
જો કોઈ માનવી નિરાશ થયો,
તેના હૃદયની હું આશ થયો..
જીવન સફરમાં કોઈ થાકી ગયો,
તો હમસફર બની હું હાશ થયો...
કંઈ નથી વિશ્વાસ જેવું જગતમાં,
એમ કહેનારા માટે હું વિશ્વાસ થયો...
હર શ્વાસ જેને મુસીબતનો હતો,
એનો અકાવ્ય રાહતનો હું શ્વાસ થયો.