માનવી છે સાવ કોરોકટ..!
માનવી છે સાવ કોરોકટ..!
આ ધોધમાર વરસાદ અને માનવી છે સાવ કોરોકટ,
ભીંજાય માણસાઈ અને માનવી છે સાવ નફ્ફટ,
મુંજાય સત્યના પૂજારી અને પૂજાય છે સાવ લંપટ,
પ્રકૃતિ બદલાય માત્ર ઋતુની સાથે અને માનવી ગમે ત્યારે બદલે છે કરવટ,
સબંધો બને કોરાકટ અને તોયે રાખે છે ખોટા વટ,
અહંમ પોષાય અજ્ઞાનીઓના અને સમજદાર ગણાય છે સાવ ભોળોભટ્ટ,
પાસા અવળા ભલે પાડે દુનિયા અંતે તો જીત 'અકાવ્ય' અમારી જ લાગલગાટ.!!