અમે પણ છીએ અનુભવી
અમે પણ છીએ અનુભવી
તમે શબ્દોને તોડી, મરોડી અને જોડી બનાવો છો કવિતા અને અમારા શબ્દો જ છે વહેતી સરિતા..!!!
કારણ તમે છો કવિ તો અમે પણ છીએ અનુભવી..!!
તમારા શબ્દો દર્દ આપે..અને અમારું દર્દ જ શબ્દો આપે કારણ તમે છો ..!!
તમારી રચનાઓમાં હોય છે રદીફ અને કાફિયા
તો અકાવ્ય અમે પણ નથી સાવ કંઈ શબ્દોના માફિયા કારણ તમે છો કવિ તો અમે પણ છીએ અનુભવી..!!