લાગણીઓનું આલેખન
લાગણીઓનું આલેખન
ઘર અને ઓફિસની વચ્ચે અટવાતી,
રહે છે આજની આધુનિક આ નારી,
એમાંની હું પણ છું એક રહું વીંધાતી,
બસ લાગણીઓની ખેંચતાણ થાતી,
છતાં છું હું કહેવાઉં સ્વતંત્ર સન્નારી !!
નવી નવી જિંદગીમાં અઘરી પડતી,
સમતોલન કરવાં મથતી હું મુંઝાતી,
ટેવાતી ગઈ હું સમયની પહેલ સાથે,
એક ખૂણે આંસુ સારતી વિસરાતી,
છતાં છું હું કહેવાઉં સ્વતંત્ર સન્નારી !!
ક્યારેક લાગે પોતીકી હવા હુંફાળી,
કદીક ક્યાંય નથી ઘર મારૂં લલકારી,
કોને કહું એ શમણાંની મારી વાતો,
પલેપલે સ્ત્રીની ગરિમા રોજ નંદવાતી,
છતાં છું હું કહેવાઉં સ્વતંત્ર સન્નારી !!