પિંજરાનું પંખી
પિંજરાનું પંખી
પિંજરે પૂરાયું પંખી, જો ને, ઊડવાનું બહુ મન કરે,
પામવાને મુક્તિ સર્વ બંધનોથી, બેસીને વિચાર ગહન કરે.
હશે આભમાં અવકાશ કેટલો, ઊડીને સૌ વહન કરે,
પિંજરાની બંધ જાળીમાં, કેદનું દુઃખ તે સહન કરે.
જોઈને ઊડી રહેલા મુક્ત બંધુઓને, ગગનમાં, સંગ પવન કેરે,
થઈ શું ભૂલ મારી, છોડી દો, પ્રભુનું એ સ્તવન કરે.
ચિંતાની ચિતામાં ખુદને તે દહન કરે, જાણે કે મોક્ષ માટે હવન કરે,
ભલે લોક સદા એના પર દમન કરે, ગણી કિસ્મતની વાત તેને નમન કરે.