STORYMIRROR

Tirth Soni "Bandgi"

Inspirational

4  

Tirth Soni "Bandgi"

Inspirational

મહેમાન થયો

મહેમાન થયો

1 min
273

વાત સાંભળી ને સુગંધી બેભાન થયો,

હું પણ એની અદા જોવા મહેમાન થયો,


ક્યાં ખબર કે કોમળ ગુલ હેઠે કાંટા હશે !

ફૂલ ને તોડતા પહેલાં હું એનું એક પાન થયો,


સમજી ન શક્યા વેદના કોઈ એ છોડની,

દર્દ ને અનુભવવા એનાં ફૂલ નામે પ્રાણ થયો,


જીવ ને શિવની કળા ક્યાં સમજાય કદી ?

ઉપકારનો ઉદ્દેશ્ય સમજાવા વૈષ્ણવજનનું ગાન થયો,


બધાંને જીવન આપ્યું જીવાડવા પરસ્પર,

પણ ગૂંચવાઈ મનમાં જીવ, ભાવ અભિમાન થયો,


બોલે બધાં બીજાનું વિચારવા સ્વયં પહેલાં,

પણ ફક્ત પેઠી દીન ભક્તોના મનમાં સાન થયો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational