એક બાગ બની જાઉં
એક બાગ બની જાઉં
નથી જોઈતી ભરપૂર વર્ષા મારે....
કે ઘોડાપૂરમાં ક્યાંય તણાઈ જાઉં,
નથી જોઈતી વરસતી હેલી મારે...
કે હેલીમાં હું જ ખેંચાઈ જાઉં,
બસ માંગું ઝરમર વરસતી છાંટ સદા..
કે છાંટ હેતની ધરતી પર કરી જાઉં,
મીંટ માંડી આખું જગ રાહ જુએ છાંટની..
બસ હું તો બે ફોરાંમાં પલળી જાઉં,
વરસતી રહે આપની અમી નજર સદા..
કે મહેંકતો એક બાગ બની જાઉં.
