STORYMIRROR

Nagin Shah

Inspirational

4  

Nagin Shah

Inspirational

હવાની જરૂર દીપને

હવાની જરૂર દીપને

1 min
409

દીપ કહે હવાને જરા ધીમેથી વાજો...

તમારા વિના હું કેમ સળગી શકું.


ભારે માર વાયરાના સહી શકું....

બસ થોડી હવા દો કે ઉજાસ દઈ શકું.


તોફાને ચઢી નથી બરબાદ કરવું કશું...

કોઈકના જીવનને બસ ઉજાળી શકું.


 રડે છે હૈયું યાદ કરી એ તાંડવ આગના...

બસ હવે ના મોત બની સળગી શકું.


 નથી બદનામ થવું હવે આગ બની...

બસ જગને જીવન દેવા સળગી શકું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational