એમાં કોઈ શું કરે
એમાં કોઈ શું કરે
વાંકના હવાનો કે ડાળીનો....
ખરે પાન સૂકાં એમાં ડાળી શું કરે,
બાગ ..જળ જમીન છે કુદરતના...
વૃક્ષ એવાં ફળ મળે એમાં માળી શું કરે,
દૂર ના કરે ફળ નઠારાં વખારથી...
ને સારાં ફળ બગડે એમાં વખાર શું કરે,
મીઠાં જળ સરિતાના સમંદરમાં ભળે...
ને જળ ખારાં થાય એમાં સમંદર શું કરે,
આજે છે જમાનો મતલબનો...
મતલબ સરે સંબંધ છૂટે એમાં કોઈ શું કરે.
