તમારી ઈચ્છા વગર
તમારી ઈચ્છા વગર
હાલી ના શકે એક પાંદડું.....
તમારી ઈચ્છા જાણ્યા વગર,
તો કસોટી પણ શું આવી શકે...
તમારી ઈચ્છા જાણ્યા વગર,
ડાળેથી પાંદડા ખેરવવા બેઠો હતો...
તમારી ઈચ્છા જાણ્યા વગર,
સૃષ્ટિનાં સર્જનમાં છેડછાડ કરી બેઠો...
તમારી ઈચ્છા જાણ્યા વગર,
ભાન કરાવી દીધું હાલ થાય કેવા....
તમારી ઈચ્છા જાણ્યા વગર,
ધામના નામે સોદા કરવા બેઠો હતો...
તમારી ઈચ્છા જાણ્યા વગર,
હાલ બતાવી દીધા સોદા કરવાના...
તમારી ઈચ્છા જાણ્યા વગર,
ક્ષમા ચાહે જગ હવે નહીં ડગ એ ભરે...
તમારી ઈચ્છા જાણ્યા વગર.
