દર્દ સંબંધનાં
દર્દ સંબંધનાં
જોઈ રહ્યા વાટ ભંગિત સંબંધો કે...
સોય દોરા સાથે આવી થીંગડું મારે,
કિંતુ ભંગાણ પડ્યું સોય દોરા વચ્ચે...
ને ગરજના ગુમાનમાં ફૂલાયા કરે,
સોય જાય દોરાને પડતો મૂકી સાંધવા...
પણ દોરા વિના સોય એકલી શું કરે,
વેઠ્યા ઘા થીંગડે ગયા નકામા...
દોરા વિના સોય એકલી શું કરે,
વિનવે થીંગડું સોયદોરાને અહમ છોડવા..
સંબંધ સાંધવા થીંગડું એકલું શું કરે.
