હદ
હદ
દિલ સમંદરની લહેરોને કહેજો....
સંબંધો કિનારા સાથે ના તોડે,
હદમાં રાખે છે જે કિનારા....
એ કિનારાની હદ કદી ના તોડે,
આમ તો હદ શીખવે પાઠ ઘણાં...
તો ય જગત કેમ હદ તોડે,
હદની તકરારોમાં ફસાયો માનવી...
તો ય હજી જીદ્દ હદની ના છોડે,
જ્ઞાન આપ્યું ઈશ્વરે હદ પારખવા...
તો ય કેમ અંધારે તે હદ તોડે.
