કયાં જરૂર છે
કયાં જરૂર છે
જીવન જીવવા એક શ્વાસ બસ છે..
મોટા વાવઝોડાની ક્યાં જરૂર છે,
દિલને એક હૂંફની આસ બસ છે..
સમીપ રહેવાની ક્યાં જરૂર છે,
દેખી શકો સ્નેહભરી શીશી દિલની..
તો શીશીને તોડવાની ક્યાં જરૂર છે,
તરસ છીપાવવા એક ખોબો બસ છે,
આખા સરોવરની ક્યાં જરૂર છે,
આગ તો દૂરથી પણ લગાવી શકાય..
નજીક જવાની પણ ક્યાં જરૂર છે,
દિલને જખમ દેવા એક શબ્દ બસ છે,
ધારદાર હથિયારની ક્યાં જરૂર છે.
