STORYMIRROR

Nagin Shah

Inspirational

4  

Nagin Shah

Inspirational

દિલની કબર

દિલની કબર

1 min
267

આંખને કહો આંસુ ના સારે હવે,

આ દિલને રડાવાનું બંધ કરાવી દીધું,


સમયે કહ્યું પડ્યા ઘા રૂઝાઈ જશે,

ને દિલને આંખમાં સમાવી દીધું,


ટેવાઈ ગયું આ દિલ હવે ઘાવથી,

ને પથ્થર નીચે દિલ દબાવી દીધું,


કહેશો ના હવે જીવે છે લાગણીઓ,

એ પથ્થર નીચે દિલ દફનાવી દીધું,


ધબકે જે હવે એ દિલ અહીં નથી,

બસ વાયરા સહારે દિલ મૂકાવી દીધું,


યાદ આવે કદીક આ દિલની અગર,

તો લ્યો આ સ્મારક દિલનું બનાવી દીધું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational