કિંમતી બધું ખોવાયું
કિંમતી બધું ખોવાયું
આ ફૂલોનાં છોડથી સુગંધિત મારું આંગણું ખોવાયું,
આ મોટી મોટી ઇમારતોમાં ક્યાંક,
પંખીઓનો કલરવ ખોવાયો,
આ ડિજિટલ યુગમાં,
બચપણની મૈત્રી ખોવાણી,
આ બદલાયેલા યુગમાં
તહેવારોની મજા ખોવાણી,
આ વોટસએપના યુગમાં,
આ પત્રલેખનની મજા ખોવાણી,
આ બનાવટી ચહેરા પાછળ,
અસલી સ્મિત ખોવાયું,
આ ગૂગલની જાદુઈ નગરીમાં પ્રવેશી,
અસલી જ્ઞાન ખોવાયું,
આ ફેસબૂક ઇન્સ્ટાના ચક્કરમાં,
આ અસલી માનવીય સંબંધો ખોવાયા.
