પ્રતિબિંબ
પ્રતિબિંબ
સ્વચ્છ સ્વચ્છ પાણીમાં
જોઈને પ્રતિબિંબ હું મારું
મનડું મારું ભૂતકાળમાં ખોવાયું
ભૂતકાળની યાદોમાં મૂંઝાયું,
શું એ બાળપણની મજા હતી
ગલીઓમાં રમતોની રમઝટ હતી
શાળામાં પ્રવૃતિની ખોજ હતી
ભાઈ સાથે મીઠી તકરાર હતી
મમ્મી સાથે વ્હાલની મીઠાશ હતી
પપ્પા પાસે જિદ પૂરી થતી,
ક્યાં ગઈ એ બાળપણની મજા
નથી હવે એ શેરીની રમતો
આજે ક્યાં છે એ પ્રવૃત્તિ
ક્યાં ગઈ ભાઈની તકરાર
નથી માતાનો વ્હાલભર્યા હાથ
પિતાજી સાથેની જિદ નથી,
કહે છે પ્રતિબિંબ મને મારું
ક્યાં પહોંચી ગઈ તું મોટપમાં
તારું એ પ્રતિબિંબ આજ વિખરાયું.
