ખુદા મળશે તને
ખુદા મળશે તને
દર્દની સાથે ઉપચાર મળશે તને,
પાનખરમાં પણ બહાર મળશે તને.
જીવન જંગમાં જીત મળશે તને,
ઈશ્વરની હંમેશા પ્રીત મળશે તને.
જીવનમાં ઈશ્વરની પનાહ મળશે તને,
મંઝિલ સુધી સાથ આપનાર હમરાહ મળશે તને.
તારી રાહમાં અજવાસ મળશે તને,
તારું પ્રિય તારું કોઈ ખાસ મળશે તને.
જીવવાની એક મજા મળશે તને,
જન્નતમાં જવાની પણ રજા મળશે તને.
જીવનમાં ચહેરાઓ ભલે જુદા મળશે તને,
અંતે તારા પર મહેરબાન થઇ ખુદા મળશે તને.
