STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

મને નથી ફાવતું

મને નથી ફાવતું

1 min
228

જ્યાં થતો હોય અન્યાય ત્યાં ચૂપ રહેવાનું, મને નથી ફાવતું,


ખોટે ખોટા બધાની હા માં હા મિલાવવાનું, મને નથી ફાવતું,


કહેવું હોય એને કહી દઉં છું આમને સામને,

પીઠ પાછળ વાત કરવાનું મને નથી ફાવતું,


જેવું હોય તેવું કહી દેવાનું મોઢામોઢ,

આમ ખુશામતનાં ખોટા ફૂલ ચડાવવાનું મને નથી ફાવતું,


મનમાં જે હોય એ જ પ્રમાણે વર્તી લઉં છું,

આમ ચહેરા પર મહોરા રાખવાનું મને નથી ફાવતું,


કોઈને ઘમંડી તો કોઈને તોછડી લાગું છું,

પણ પ્રેમ માટે ભીખ માંગવાનું મને નથી ફાવતું,


વાંક, ગુનો હોય મારો તો જાહેરમાં સ્વીકારી લઉં છું,

પણ વગર કારણે મને ઝૂકવાનું નથી ફાવતું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational