રામ જોયા છે
રામ જોયા છે
દુઃખી દેખીને દિલ દ્રવનારા રામ જોયા છે,
પીડા હરવાને હો મથનારા રામ જોયા છે,
વાસ ભલે હોય ભૂતલે એનો, તેથી શું થયું ?
પારકાંને પોતાના સમજનારા રામ જોયા છે,
હેત હૈયાંનાં ઊભરાય જેનાં ભૂખ્યાં ભાળીને,
એના જઠરાગ્નિને બુઝાવનારા રામ જોયા છે,
તન મન ધનથી જે સમર્પિત હોય સેવા કાજે,
જનતામાં જનાર્દન પરખનારા રામ જોયા છે,
સરાહે રામને હનુમાન જેનાં સત્કર્મોને સદાએ,
આત્મભોગે સેવાને સ્વીકારનારા રામ જોયા છે.
