STORYMIRROR

kajal ni kalame

Inspirational

4  

kajal ni kalame

Inspirational

સંબંધોનું સમીકરણ

સંબંધોનું સમીકરણ

1 min
359

ઉતરવું પડે છે ઊંડાણમાં,

આમ કિનારે મોતી નથી મળતાં,

હુનરની આ હોંશિયારીમાં,

બધા મરજીવા નથી હોતા,


સરી ગયેલા શબ્દોના,

સરવાળા રોજ થયા કરે,

લાગણીઓના પાને કોઈ,

ભાગાકાર નથી હોતા,


કરવા પડે છે જતન,

જીવથી ય ઝાઝા,

એમ જ કંઈ સંબંધ,

હૂંફાળા નથી હોતા,


વહેવારથી સચવાય છે,

સંબંધો અહીં સ્નેહનાં, 

નિખાલસતાનાં નશામાં

સૌ કોઈ ડૂબેલા નથી હોતા,


વિપત પડે ત્યારે, 

વરતાય એ વ્હાલા,

અમારા કહેનાર બધા

આપણા નથી હોતા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational