આથમનો ઉજાસ
આથમનો ઉજાસ
1 min
282
સમી સાંજના ઓછાયા ને
શીત સમીર લહેરાય,
હલકી હલકી હેલી સંગે
હૈયું ઘણું હરખાય,
નભ અને ધરતીનો જાણે
પ્રણયરાગ પથરાય,
લીલુડી લજામણી સાથે
કંથ કેસરિયો સોહાય,
કુદરતની કેડીએ જાણે
રંગોળી રચાય,
શશી અને સૂરજની જાણે
સંતાકૂકડી થાય,
વિહંગ વાતોથી જાણે
સૂર સંગીત રેલાય,
સિંદુરી સંધ્યાથી આજે
દસે દિશા શરમાય.
