STORYMIRROR

kajal ni kalame

Tragedy

4  

kajal ni kalame

Tragedy

અર્ધવિરામ

અર્ધવિરામ

1 min
10


હાંફી રહેલ લાગણીઓ ને થોડોક શ્વાસ આપી દે,
ખુબ દોડ્યા પામવા હવે બીજાને ખો આપી દે.

બંધ બાજી રમી રહ્યા છે સૌ કોઇ અહીંયા,
બહુ ચાલી રમત હવે તું જ ખોલ આપી દે.

વાત હતી બસ કદમ મિલાવીને ચાલવાની,
જેણે અધવચ્ચે રસ્તાઓ બદલ્યા
એને તું જ હવે રસ્તો માપી દે.

ઠરી કોશિશો નઠારી બધી એ તણખલા બુઝાવવાની,
ધૂંધવાયેલા ધુમાડા ને હવે તું જ આગ ચાંપી દે.

સજાવ્યા હતાં કંઇક સંબંધો જિંદગી ના એ દરેક પાને,
વિખરાય ગયેલ વાર્તા ને હવે તું જ વિરામ આપી દે.

લખ્યા લેખ લલાટે મટે ન માનવ મેખ થકી,
સુખ શોધ્યું જડે નહિ એ વાત હૃદયે ચાંપી દે,
ખુબ દોડ્યા પામવા હવે બીજાને ખો આપી દે.




Rate this content
Log in

Similar gujarati poem from Tragedy